મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર અને પીપળીયા ચોકડી પાસેથી એક-એક બાઈકની ચોરી


SHARE







મોરબીની પંચાસર અને પીપળીયા ચોકડી પાસેથી એક-એક બાઈકની ચોરી

મોરબીની પંચાસર ચોકડી પાસે અને મોરબીની પીપળીયા ચોકડી પાસેથી જુદી જુદી બે જગ્યા ઉપરથી વાહન ચોરીની ઘટનાઓ સામે આવી છે અને આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના જુદા જુદા બે ગુના નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કેશવનગર ગામે રહેતા મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી પ્રવીણભાઈ કરસનભાઈ બ્રાહ્મણ (૪૧)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીની પંચાસર ચોકડી પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૮ સીએલ ૩૩૯૫ પાર્ક કરીને મૂક્યું હતું જે ૫૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ ભગવતી કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પટેલ પાનની સામે કાંતિનગર ગામે રહેતા બિલાલભાઈ પરબતભાઈ અન્સારી (૩૫) એ પોતાનું બાઈક નંબર જીજે ૩ એચડી ૦૦૯૨ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

પીપળી રોડ મારામારી
મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ બેલા નજીક ઇન્ડિકા સિરામિક નામના યુનિટ નજીક રહેતા સુજીત કિશોરભાઈ શો (ઉંમર ૩૦) નામના યુવાનને સોમનાથ પેટ્રોલ પંપ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

બાઈક સ્લીપ થતા ઇજા
મોરબીના વજેપરા વિસ્તારમાં શેરી નંબર-૧૭ માં રહેતા દિવ્યેશ ગોપાલભાઈ નામના ૩૭ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તે ઘર નજીકથી બાઈક લઈને પસાર થતો હતો તે સમયે ગત તા.૯ ના રોજ રાત્રિના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં ઘર પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.આ બનાવમાં ઇજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હોય જેથી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરી તપાસ કરાઈ હતી.






Latest News