ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી: ગુનો નોંધાયો


SHARE







મોરબીના રવાપર ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી: ગુનો નોંધાયો

મોરબીના રવાપર ગામ નજીક રહેતા યુવાને ૨૫,૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે પોતાનું વાહન તે વ્યક્તિને આપ્યું હતું અને યુવાને વ્યાજે લીધેલા રૂપિયા પરત આપવાનું કહેતા આરોપીએ તેની પાસે ૩૫,૦૦૦ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને ગાળો આપીને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામથી આગળ ઘુનડા રોડ ઉપર યોગેશભાઈના ભરડીયાની સામેના ભાગમાં ઝૂપડામાં રહેતા અમિતભાઈ રમેશભાઈ કાનાણી જાતે વાંઝા (૧૯) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભોલુ જારીયા રહે. રવાપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી પાસેથી તેણે ૨૫,૦૦૦ વ્યાજે લીધેલ હતા અને આ રૂપિયાના બદલામાં ફરિયાદી યુવાને આરોપીને તેનું ટાટા મેક્સી (છોટાહાથી) નંબર જીજે ૩૬ વી ૨૩૨૮ આપેલું હતું અને ફરિયાદીએ લીધેલ રૂપિયા આરોપીને પરત આપવાનું કહેતા આરોપીએ ૩૫,૦૦૦ ની પઠાણી ઉઘરાણી કરી હતી અને ગાળો આપી હતી તેમજ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી માટે ભોગ બનેલા યુવાન દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂની ભઠ્ઠી

વાંકાનેર તાલુકાના ગામની સીમમાં દેવકીનંદન કારખાનાની પાછળના ભાગમાં આવેલ તળાવ પાસે દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો સાડા આઠસો લીટર આથો, ૪૫ લિટર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસે ૪૧૫૦ ની કિંમતનો દારૂ સહિતનો જથ્થો કબજો કરવામાં આવેલ છે અને આરોપી વિજયભાઈ લાલજીભાઈ દેકાવાડિયા જાતે કોળી (૨૨) રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News