મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત


SHARE







ટંકારાના નસીતપર ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત

ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા વૃદ્ધાએ કોઈ કારણોસર ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જોકે, સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા હીરાબેન કરમશીભાઈ અંદરપા જાતે પટેલ (૫૭)એ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઘરે હતા ત્યારે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી ગયા હતા જેથી તેઓને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે તેને રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે, ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં
માળીયા મીયાણા નજીક હાઇવે રોડ પાસેથી અજાણ્યા ૨૫ વર્ષના યુવાનને સારવાર માટે પ્રથમ માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાથી વધુ સારવાર માટે ૧૦૮ મારફતે યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી જોકે, બનાવ માળીયા મીયાણા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત શરૂ કરી છે




Latest News