મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડેથી ૭ બોટલ દારૂ સાથે બે શખ્સની ધરપકડ


SHARE







મોરબીના વાવડી રોડેથી ૭ બોટલ દારૂ સાથે બે શખ્સની ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગેબનશા પીરની દરગાહ પાસેથી પસાર થઇ રહેલા બે શખ્સોને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની સાત બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૬૪૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે આ શખ્સોની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર ગેબનશા પીરની દરગાહ પાસે જાહેરમાંથી પસાર થઈ રહેલા બે શખ્સોને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની સાત બોટલો મળી આવતા પોલીસે ૩૬૪૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જયદીપ જેઠાભાઈ કંઝારીયા જાતે દલવાડી (૨૭) રહે. માધાપર શેરી નં-૨૦ મોરબી તેમજ હાર્દિક પ્રવીણભાઈ લંઘાણોજા જાતે વાણંદ (૨૭) રહે. માધાપર શેરી નં-૧૫ વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતા મશરાણી મહેન્દ્રભાઈ મનહરલાલ (૨૭) નામનો યુવાન રીક્ષા લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા ગામ પાસે દરિયાલાલ રિસોર્ટ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મહેન્દ્રભાઈને ઈજા થઈ હોવાથી તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News