મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામ પાસેથી ૧૮ બોટલ દારૂ ભરેલ ગાડી સાથે ત્રણ શખ્સ પકડાયા, બે ની શોધખોળ


SHARE







ટંકારાના ગજડી ગામ પાસેથી ૧૮ બોટલ દારૂ ભરેલ ગાડી સાથે ત્રણ શખ્સ પકડાયા, બે ની શોધખોળ

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગજડી ગામથી ઘુનડા (ખાનપર) ગામ તરફ જવાના રસ્તા ઉપરથી એક ગાડી પસાર થઈ હતી જે ગાડીને રોકવામાં આવી હતી અને ગાડીને ચેક કરતા હતા દરમિયાન બે શખ્સો ત્યાંથી નાસી ભાગી ગયા હતા જો કે, પોલીસે ત્રણ શખ્સોને પકડ્યા હતા અને ગાડીમાંથી ૧૮ બોટલ દારૂ મળી આવતા પોલીસે કુલ મળીને ૨,૦૯,૩૬૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને નાસી ગયેલા બે શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામથી ઘુનડા (ખાનપર) તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી ફોરવીલ ગાડી નંબર જીજે ૧૦ ડીઇ ૪૬૮૨ ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી દારૂની ૧૮ બોટલો મળી આવી હતી જેથી પોલીસે બે લાખની કિંમતની ગાડી તથા ૯,૩૬૦ ની કિંમતનો દારૂ આમ કુલ મળીને ૨,૦૯,૩૬૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલમાં આરોપી ભાભલુભાઈ શાંતુભાઈ ખાચર સાથે કાઠી (૨૩) રહે. નોલી તાલુકો સાયલા, જયરાજભાઈ કાળુભાઈ માંજરીયા જાતે કાઠી (૨૪) રહે શિરવાણીયા તાલુકો સાયલા અને નાગરાજસિંહ ઘનશ્યામસિંહ વાળા જાતે દરબાર (૨૦) રહે. રામેશ્વર રાંદલનગર રાજ શક્તિ પાન વાળી શેરીમાં જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને પોલીસની રેડ દરમિયાન નાસી ગયેલ રવિરાજસિંહ દાદુભા અને નાગરાજસિંહ ભરતસિંહ જાડેજા રહે. જામનગર વાળાના નામ સામે આવ્યા હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તે બંને શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીની પંચાસર ચોકડીથી વાવડી ચોકડી તરફ ડબલ થવાની બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તે બાઈકને ઠોકર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં વિશાલ સુભાષભાઈ (૨૧) રહે. જામનગર અને મહેશ મિથુનભાઈ (૨૫) રહે. મોરબી વાળાઓને ઈજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે




Latest News