મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની સરકારી શાળાના શિક્ષક અશોકભાઇ કાંજીયાએ મેળવ્યો ચિત્રકુટ એવોર્ડ


SHARE







મોરબીની સરકારી શાળાના શિક્ષક અશોકભાઇ કાંજીયાએ મેળવ્યો ચિત્રકુટ એવોર્ડ

ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે આવેલ ‘ચિત્રકૂટધામ’માં મોરારીબાપુ દર વર્ષે શિક્ષણમાં નાવીન્ય અને વિશેષ કામગીરી કરતા શિક્ષકોને ચિત્રકુટ એવોર્ડથી નવાજવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતના કુલ ૩૫ શિક્ષકોનો એવોર્ડ આપવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લામાંથી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ મહાદેવભાઈ કાંજીયાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે તેમને મોરારીબાપુના વરદહસ્તે પ્રશસ્તિપત્ર, રામનામની સાલ, સુત્રમાલા, સચિત્રસુંદરકાંડ અને ૨૫,૦૦૦ રૂપિયાનો ચેક તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અધેવાડા આશ્રમના મહંત સીતારામબાપુ, ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મહુવાના ધારાસભ્ય, ભાવનગર જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક જિલ્લા શિક્ષણાધિકારી, રાજ્ય શિક્ષકસંઘના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, રાજ્ય અને વિવિધ જિલ્લા સંઘના હોદેદારો, એવોર્ડી શિક્ષક સહિતના લોકો હાજર હતા




Latest News