મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોટી રાહત: મોરબીના મચ્છુ-૨ ડેમમાં કેમિકલ નહીં કોલસાની ભૂકકી હોવાનું પ્રાથમિક તારણ, સેમ્પલ લેવાયા


SHARE







મોટી રાહત: મોરબીના મચ્છુ-૨ ડેમમાં કેમિકલ નહીં કોલસાની ભૂકકી હોવાનું પ્રાથમિક તારણ, સેમ્પલ લેવાયા

મોરબી નજીક આવેલા મચ્છુ-૨ ડેમમાંથી મોરબી અને માળીયા તાલુકાને પીવા અને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવે છે ત્યારે આ ડેમના પાણીમાં કાળા રંગનું પાણી કોઈએ નાખ્યું હોય તેવો વિડીયો મંગળવારે બપોરથી સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો જેથી કરીને જીપીસીબી અને સિંચાઇ વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને પાણીના સેમ્પલ લેવામાં આવેલ છે જો કે, પ્રાથમિક તારણમાં કોલસાની ભૂકકી હોવાનું અધિકારી જણાવ્યુ છે જેથી કરીને મોરબીના લોકોને હાલમાં રાહતના સમાચાર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્ર્તિ નથી

મોરબી તાલુકાનાં જોધપર ગામ પાસે મચ્છુ-૨ ડેમ આવેલ છે જેમાંથી બે તાલુકાનાં લોકોને પીવા અને સિંચાઇ માટેનું પાણી બાર મહિના આપવામાં આવે છે તેમજ નર્મદાની સૌની યોજનાનો આ મધર ડેમ હોવાથી તેમાં નર્મદની કેનાલ મારફતે પાણી પહોચડવામાં આવે છે તે રાજકોટ અને જામનગર સુધી લઈ જવામાં આવે છે તેવામાં મચ્છુ-૨ ડેમમાં કાળા કલરનું કોઈએ પ્રવાહી ફેંકવામાં આવ્યું હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો જેથી કરીને તાત્કાલિક સિંચાઇ વિભાગ અને જીપીસીબીના અધિકારીઓ દોડતા થયા હતા અને મચ્છુ-૨ ડેમમાંથી પાણીના સેમ્પલ પણ જીપીસીબીના અધિકારી દ્વારા લેવામાં આવેલ છે વધુમાં સિંચાઇ વિભાગના અધિકારી વી.એસ. ભોરણીયાએ જણાવ્યું હતું કે, મચ્છુ-૨ ડેમના દૂષિત પાણીનો વિડીયો સામે આવતાની સાથે જ તેઓ ત્યાં દોડી ગયા હતા અને જીપીસીબીના અધિકારી પણ ત્યાં આવ્યા હતા અને હાલમાં જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવેલ છે જો કે, પ્રાથમિક તારણ મુજબ કોલસાની ડસ્ટ હોય તેવી શક્યતા દેખાઈ રહી છે.

નર્મદા કેનાલ મારફતે પણ દુષિત પાણી ડેમમાં ઠલવાઈ જ છે !

મોરબી જીલ્લામા સિરામિક ઝોનમાંથી નર્મદની મચ્છુ કેનાલ પસાર થાય છે જેથી કરીને કેટલા કારખાના વાળાઓએ તેના કારખાનામાંથી નીકળતા દૂષિત પાણીનો નિકાલ સીધો જ કેનાલમાં કરેલ છે જેથી કરીને કેનાલમાં વહેતા નર્મદાનાં શુદ્ધ પાણીની સાથેસાથે દૂષિત પાણી પણ મોરબીના ડેમમાં જાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, પાણીને દૂષિત કરવાનાની આ પ્રવૃતિને રોકવા માટે કોઈ અધિકારી કયારે પણ તસ્દી લીધેલ નથી તે પણ હક્કિત છે






Latest News