મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીથી રાજકોટ વચ્ચે વહેલી તકે ઇલેકટ્રીક ડેમુ ટ્રેન શરૂ કરવાની માંગ


SHARE







મોરબીથી રાજકોટ વચ્ચે વહેલી તકે ઇલેકટ્રીક ડેમુ ટ્રેન શરૂ કરવાની માંગ

મોરબી-રાજકોટ વચ્ચે પહેલા ડેમુ ટ્રેઈન ચાલુ હતી જે હાલમાં બંધ છે જેથી કરીને મુસાફરો હેરાન થઈ રહ્યા છે ત્યારે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વેસ્ટન રેલ્વેને જનરલ મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટની ઇલેકટ્રીક ડેમુ ટ્રેઇન વહેલમાં વહેલી તકે શરૂ કરવામાં આવે તે જરૂરી છે

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ હાલમાં વેસ્ટન રેલ્વેને જનરલ મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી ઓધ્યોગિક શહેર છે ત્યાં રોજગારી અને ખરીદી માટે દેશના જુદાજુદા રાજયોમાંથી લોકો આવતા હોય છે તેમજ મોરબીથી રાજકોટ ઘણાં કર્મચારી અને વેપારી આવતા અને જતાં હોય છે તેવી રીતે રાજકોટથી સીરામીકમાં નોકરી માટે ઘણાં કામદારો આવે છે ત્યારે લોકોને રેલવેની મુસાફરી સસ્તી પડે છે જેથી કરીને સરકાર નવા નવા રેલ્વે સ્ટેશન બનાવે છે પરંતુ મોરબીમાં ગાડીઑ ચાલતી નથી જેથી મોરબીના ગરીબ, મધ્યમ અને શ્રમીકો પરિવાર માટે સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મોરબીના ચેમ્બર્સ ઓફ કોર્મસ દ્વારા લોકોને ટ્રેન મળે તેના માટે મહેનત કરવી જોઈએ જેથી કરીને વહેલીમાં વહેલી તકે મોરબી થી રાજકોટની ઇલેકટ્રીક ડેમુ ટ્રેઇન શરૂ થવી જોઇએ આ ટ્રેઇન જો માળિયા સુધી લંબાવવામાં આવે તો લોકોને તેનો લાભ મળે તેમ છે હાલમાં સરકાર માલ ગાડી દોડાવે છે પરંતુ પ્રજાની સુખાકારી માટે કોઈ પ્રયત્ન કરતાં નથી તેવુ લોકોને લાગી રહ્યું છે જેથી વહેલી તકે ડેમું ટ્રેન પહેલા ચાલુ હતી તેવી જ રીતે ચાલુ કરવાની માંગ કરી છે 






Latest News