મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભારતીય માનવાધિકાર એસો.ના હોદ્દેદારોની મિટિંગ મળી


SHARE







મોરબી જિલ્લા ભારતીય માનવાધિકાર એસો.ના હોદ્દેદારોની મિટિંગ મળી

મોરબી સામાકાંઠે આવેલ ભૂરા હોટેલ ખાતે ભારતીય માનવાધિકાર એસો. મોરબી જિલ્લાના હોદ્દેદારોની પ્રથમ મીટીંગ મળી હતી આ મિટિંગમાં માનવાધિકાર વિશે ચર્ચા કરવામાં આવી હતી મોરબી જિલ્લામાં તમામ તાલુકા અને શહેર સમિતિની રચના કરી અને આખા જિલ્લામાં લોકોને જે અધિકારો છે આર્થિક, સામાજિક, સમાનતા, સાંસ્કૃતિક, નાગરિક અને રાજકીય અધિકારો વિશે લોક જાગૃતિના કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ કચોટએ જણાવ્યું હતું કે, માનવ અધિકારના રક્ષણ માટે હવે મોરબી જિલ્લામાં માનવ અધિકારોનું ક્યાંય પણ ખંડન થતું હશે કે કોઈપણ નાગરિકને અન્યાય થતો જાણવામાં આવશે તો તરત જ ભારતીય માનવાધિકાર એસો. મોરબી જિલ્લા ટીમ દ્વારા ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ મિટિંગમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જે.કે. છૈયા, જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ કચોટ, જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, ગીરીશભાઈ પેથાપરા, ભરતભાઈ ચાવડા, ચંદ્રકાંતભાઈ વિરમગામા, વિજયભાઈ ડાંગર, વિજયકુમાર બોપલિયા, વિરજીભાઈ ચાવડા, દિલીપભાઈ ડાંગર, હર્ષભાઈ ફુલતરીયા, ભાવિનભાઈ ફેફર, મનીષભાઈ હોથી, અશોકભાઈ રૂપાલા, શેખ ફકીર અસલમ, ગોપાલભાઈ સીતાપરા સહિતના હાજર રહ્યા હતા






Latest News