મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારામાં કાર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE







ટંકારામાં કાર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત

ટંકારા ના અમરાપર રોડ ઉપર આવેલ દેવીપુજક વાસ પાસે કાર ચાલકે બાળકને હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને કાર ચાલક તેની કાર લઈને નાસી ગયો હતો. જેથી કરીને હાલમાં મૃતક બાળકના પિતાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ દેવીપુજકવાસમાં રહેતા રાયધનભાઈ સવશીભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૨૪)એ કાર નંબર જીજે ૧૦ ડીએ ૪૯૬૬ ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે અમરાપર રોડ ઉપર આવેલ દેવીપુજકવાસમાં તેઓના ઘર પાસે તેનો ત્રણ વર્ષનો દીકરો રાજેશ રમી રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના દીકરાને હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી રાજેશનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ બાદ વાહન ચાલક ત્યાંથી નાસી ગયો હતો હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં રહેતા દિનેશભાઈ જોશી (૬૫) નામના વૃદ્ધ મોરબી સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને ચક્કર આવતા ત્યાં પડી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે




Latest News