મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી નજીક વોંકડામાંથી દારૂની ૮૪ બોટલ સાથે એક શખ્સની ધરપકડ, બે ની શોધખોળ


SHARE







મોરબી નજીક વોંકડામાંથી દારૂની ૮૪ બોટલ સાથે એક શખ્સની ધરપકડ, બે ની શોધખોળ

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગાયત્રી આશ્રમ પાછળના ભાગમાં ધુતારી નામે ઓળખાતા વોંકડામાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા સ્થળ ઉપરથી દારૂની સાત પેટીઓ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૦,૪૦૦ રૂપિયાની કિંમતના દારૂમાં જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને વધુ બે શખસોના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ માહિતી ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગાયત્રી આશ્રમની પાછળના ભાગમાં ધુતારીના નામે ઓળખાતા વોંકડામાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત હતી જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘાસ તેમજ બાવળની જાળીમાંથી દારૂની સાત પેટીઓ મળી આવતા પોલીસે ૮૪ બોટલ દારૂ જેની કિંમત રૂપિયા ૫૦,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જ્યારે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે વસંતભાઈ જેરાજભાઈ વાઘેલા જાતે કોળી (૨૩) રહે ધુતારી રોકડિયા હનુમાન મંદિર પાછળ નવલખી રોડ મોરબી મૂળ રહે વવાણીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં વિશાલભાઈ પ્રવીણભાઈ શેખાણી રહે. વાસ્તુ પેલેસ વાળી શેરી લાઇન્સનગર મોરબી અને રમજાનભાઈ ગુલામહુસેન મોવર રહે. લાતી પ્લોટ શેરી નં-૧૩ જોન્સનગર મોરબી વાળા ભાગીદારીમાં દારૂનો જથ્થો વેચાણ કરવા માટે આપી ગયા હતા જે બંને ત્યાં સ્થળ ઉપર હાજર ન હોવાથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તે બંનેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

 બાઈક સ્લીપ

મોરબી નજીકના રવાપર ગામે રામજી મંદિર પાસે શેરીમાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં શિવ અલ્પેશભાઈ સુવારીયા (૭) નામના બાળકને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક સ્લીપ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતો સંજય રાયધનભાઈ સવસેટા (૨૫) નામનો યુવાન મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માતના બનાવમાં સંજયને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે.






Latest News