મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

માળિયામાં નશાની હાલતમાં બાઈક સાથે પકડાયેલ શખ્સની ઉલટ તપાસમાં મોરબીના નવા બસ સ્ટેશનના પાર્કિંગમાંથી થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો


SHARE











માળિયામાં નશાની હાલતમાં બાઈક સાથે પકડાયેલ શખ્સની ઉલટ તપાસમાં મોરબીના નવા બસ સ્ટેશનના પાર્કિંગમાંથી થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો ​​​​​

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનના પાર્કિંગમાં યુવાને તેનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આ બાબતે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળીયા મીંયાણા ખાતે એક ઇસમ નશાયુક્ત હાલતમાં બાઈક સાથે પકડાયો હતો અને તેની ઉલટ તપાસ કરવામાં આવતા તેણે આ બાઇક મોરબીના નવા બસ સ્ટેશન ખાતેથી ચોરી કર્યુ હોવાની કબુલાત આપતા એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી જે આધારે આ બાઇક ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો હતો.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ બળવંતરાય જયસ્વાલ જાતે બ્રહ્મક્ષત્રિય (૪૭) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાહુલભાઈ ભીમાભાઇ સીચણોદા જાતે કોળી (૨૦) રહે. વીસીપરા સ્મશાન પાસે મોરબી વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવ્યુ હતુ કે, ગત તા. ૨૬-૧ ના રોજ રાત્રે ૮ થી ૮:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન મોરબીના નવા બસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩ એએસ ૩૫૦૧ પાર્ક કરીને મૂક્યું હતું જે રૂા.૪૦,૦૦૦ ની કિંમતના બાઈકની આ શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ચોરી ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી રાહુલ ભીમાભાઇ સીપણોદા જાતે કોળી (૨૦) ની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.ઉપરોક્ત ચોર ઇસમ માળીયા (મિં.) ખાતે નશાની હાલતમાં બાઈક સાથે પકડાયો હતો અને ત્યાં તેની ઉલટ તપાસમાં ઉપરોક્ત બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

બાઈક સ્લીપ

ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસે વાડી વિસ્તારમાં રહેતા સુરેખાબેન ભરતભાઈ ઠાકોર (૧૩) નામની બાળકી બાઇકમાં બેસીને સોલડી પાસેથી પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું અને જેથી સુરેખાબેન નીચે પટકાતા તેને શરીરને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને આ બનવાની પ્રાથમિક તપાસ વી.એન. મિયાત્રા દ્વારા કરવામાં આવેલ છે જોકે, બનાવ ધાંગધ્રા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે.






Latest News