મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના કે.ડી.બાવરવાની ગુજરાત રાજ્ય રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના રાજ્યના ચેર પર્સન તરીકે વરણી


SHARE







મોરબીના કે.ડી.બાવરવાની ગુજરાત રાજ્ય રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના રાજ્યના ચેર પર્સન તરીકે વરણી

મોરબીના કોંગ્રેસ અગ્રણી કાંતિલાલ ડી.બાવરવા ગુજરાત રાજ્યના રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના ગુજરાત રાજયના ચેર પર્સન બન્યા છે.જેથી તેઓને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે.કાંતીલાલ બાવરવા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સાથે ૧૦ વર્ષથી કાર્યરત છે.તેઓ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના મોરબી જીલ્લા સંયોજક તરીકે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન એઆઇસીસીના સેક્રેટરી પદે, રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનમાં  સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે તેમજ એઆઇસીસીના ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટના માસ્ટર ટ્રેનર તરીકે કામગીરી કરી ચુકયા છે.ગુજરાત પ્રદેશમાં મોરબી જિલ્લાના કાર્યાલય મંત્રી તરીકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સેક્રેટરી તરીકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી વિવિધ જિલ્લા તેમજ વિધાનસભાના પ્રભારી તરીકેની જવાબદારી પણ કે.ડી.બાવરવા નિભાવી ચુક્યા છે.તે ઉપરાંત એઐઇસીસી તરફથી તેઓને અલગ અલગ રાજ્યોમાં પ્રભારી તરીકેની જવાબદારી સોંપાયેલ જે પણ બખુબી નિભાવેલ હોય હાલ તેમની ગુજરાત રાજ્યના રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના ગુજરાત રાજયના ચેર પર્સન તરીકે વરણી થયેલ છે જેને લઇને કોંગ્રેસના આગેવાનો, ટેકેદારો, શુભેચ્છકો અને તેમના સગા-સંબંધીઓ દ્વારા તેઓને તેમના મોબાઈલ નંબર ૭૦૧૬૧ ૭૭૫૩૨ ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






Latest News