મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યા બાળકના શરીરના અવશેષ મળતા ચકચાર: હત્યા કે અકસ્માત ?


SHARE







મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યા બાળકના શરીરના અવશેષ મળતા ચકચાર: હત્યા કે અકસ્માત ?

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળના ભાગમાં એક અજાણ્યા બાળકના અવશેષ પડ્યા હોવાની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પીઆઇ સહિતના કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને સ્થળ ઉપર નાના બાળકનો પેટથી નીચેનો ભાગ અને આંતરડાનો ભાગ જોવા મળ્યો હતો જો કે, માથું કે પછી શરીરના બીજા કોઈ અંગ ત્યાં જોવા મળ્યા ન હતા જેથી પોલીસે આ અવશેષોને કબ્જે કરીને હાલમાં અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને મૃતક બાળકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળના ભાગમાં રેલ્વે લાઈન પાસે એક અજાણ્યા બાળકના કપાયેલ હાલતમાં શરીરના અવશેષ પડ્યા હોવાની સ્થાનિક લોકોએ મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને ઇન્ચાર્જ પીઆઇ કે.એમ. વાળા સહિતનો સ્થળ ત્યાં દોડી ગયો હતો અને ત્યારે ઘટનાસ્થળે બાળકનું માથું કે પેટની ઉપરનો ભાગ ન હતો જો કે, પેટથી નીચેના ભાગના અવશેષો ત્યાં હોવા મળ્યા હતા જેથી પોલીસે કપાયેલ હાલતમાં જે શરીરના અવશેષો પડ્યા હતા તેને કબ્જે કરીને પીએમ માટે હોસ્પિટલે ખસેડયા હતા અને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને પોલીસે મૃતક બાળકના શરીરના બીજા અવશેષો શોધવા માટે તેમજ તેની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે જો કે, આ બાળકની હત્યા કરવામાં આવી છે કે, પછી નજરબાગ રેલ્વે સ્ટેશનેથી મંગળવારે પસાર થયેલ લાંબા અંતરની ટ્રેનમાંથી અકસ્માતને બાળક પડી ગયો હોય અને ટ્રેનમાં આવી જવાથી કયાઈ ગયેલ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ જે જગ્યાએથી બાળકના શરીરના અવશેષ મળેલ છે તે વિસ્તારની આજુ બાજુમાંથી કોઈ બાળક મિસિંગ હોય તેવી હાલમાં કોઈ માહિતી સામે આવી નથી જેથી કરીને પોલીસે સૌ પ્રથમ બાળકની ઓળખ મેળવવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News