મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે જાહેરમાં જુગાર રમતા બે જુગારી ૧૦,૪૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







માળીયા (મી)ના ખાખરેચી ગામે જાહેરમાં જુગાર રમતા બે જુગારી ૧૦,૪૦૦ ની રોકડ સાથે પકડાયા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે સીમમાં આવેલ કારખાનાના કાચા રસ્તે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦,૪૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાખરેચી ગામની સીમમાં આવેલ બંસી કારખાનાની સામે કાચા રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કેશવજીભાઈ મૂળજીભાઈ કાલરીયા જાતે પટેલ (૫૫) રહે. મહેન્દ્રનગર ક્રાંતિજ્યોત બ્લોક નંબર એફ-૧ મોરબી તથા રમેશભાઇ અરજણભાઈ વરસડા જાતે પટેલ (૫૧) રહે. અણિયારી તાલુકો મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી ૧૦,૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે

દેશી દારૂ

મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગરમાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સુનિલ કિશોરભાઈ કગથરાના રહેણાંક મકાનમાંથી ૫૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૧૦૦૦ ની કિંમતનો દેશી દારૂ કબજે કરીને આરોપી સુનિલ કિશોરભાઈ કગથરા જાતે કોળી (૨૮) રહે. ધરમપુર રોડ લાભનગર સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને કિશોર લાભુભાઈ કગથરા રહે. ધરમપુર રોડ લાભનગર સોસાયટી મોરબી વાળાનું નામ સામે આવતા તેની સામે પણ ગુનો નોધી ત્યારે પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News