મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ધારાસભ્યની હાજરીમાં યોજાયો


SHARE







મોરબીના પંચાસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ધારાસભ્યની હાજરીમાં યોજાયો

મોરબીના પંચાસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરિંદભાઈ વસાદડીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા લોકોને અપીલ કરી હતી. આ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ગ્રામજનો દ્વારા હર્ષભેર આવકાર આપીને રથનું કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું ત્યાર બાદ સરકારની વિવિધ યોજના જેવી કે, પી.એમ.ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, ટ્રેક્ટર સહાય મંજૂરી હુકમ, પંપસેટ સબમર્શિબલ વગેરે લાભો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગ્રામ પંચાયતનું સો ટકા નલ સે જલ તથા ODF plus ગામ અંતર્ગત સન્માન કરવામાં આવ્યું હતું.






Latest News