મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડ ઉપર ૧૦ સોસાયટીમાં ભર શિયાળે પાણીનો પોકાર !: સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારોભાર આક્રોશ


SHARE





મોરબીના સનાળા રોડ ઉપર ૧૦ સોસાયટીમાં ભર શિયાળે પાણીનો પોકાર !: સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારોભાર આક્રોશ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જુદી જુદી ૧૦ સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીની સમસ્યા છે અને આ બાબતે અવારનવાર પાલિકામાં ટેલીફોનિક જાણ કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી સ્થાનિક મહિલાઓ સહિતના લોકો મોરબી નગરપાલિકા કચેરી આવ્યા હતા જો કે ત્યાં વહીવટદાર કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી સ્થાનિક લોકોએ પાલિકામાં અડીંગો જમાવ્યો હતો અને જ્યાં સુધી તેઓની રજૂઆત સાંભળીને તેમનો પ્રશ્નનો ન ઉકેલાય ત્યાં સુધી ત્યાંથી કોઈ ઘરે જશે નહીં તેવી ચિમકી ઉચ્ચારી હતી ત્યારબાદ પાલિકાએ તેઓનો પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલાઇ જશે  તેવી ખાતરી આપતા મામલો થાળ પડ્યો હતો 

સામાન્ય રીતે ઉનાળામાં પાણીની રામાયણ હોય તે સમજી શકાય છે પરંતુ ભાર શિયાળે મોરબી શહેરી વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે આ વાત સાંભળીને જરા પણ ચોકી જવાની જરૂર નથી કારણ કે મોરબી શહેરના સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલથી આગળના ભાગમાં આવેલ દસેક સોસાયટીઓની અંદર છેલ્લા ઘણા દિવસોથી પાણીની સમસ્યા છે અને પાણી ન મળતું હોવાથી ત્યાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જેથી કરીને ત્યાં રહેતા લોકો દ્વારા પાલિકામાં અવારનવાર ટેલીફોનિક રજૂઆત કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે જાણ કરવામાં આવે છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને તે લોકોને પાણીનો પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે મહિલાઓ સહિતના સ્થાનિક લોકો તે વિસ્તારના પાલિકાના માજી સદસ્ય જયંતીભાઈ વિડજા સહિતના આગેવાનોને સાથે રાખીને નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા જોકે સ્થાનિક લોકો જ્યારે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા ત્યારે ત્યાં તેઓની રજૂઆત સાંભળવા માટે ચીફ ઓફિસર કે પછી પાલિકાના વહીવટદાર હાજર ન હોવાથી લોકો એ રોષની લાગણી વ્યક્ત કરી હતી અને પાલિકાના પટાંગણમાં જ અડીંગો જમાવ્યો હતો અને જ્યાં સુધી તેઓની રજૂઆત સાંભળીને તેનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી કોઈ ઘરે જશે નહીં તેવી ચિમકી ઉચ્ચારી હતી જેથી કરીને પાલિકાના હેડ કલાર્ક દ્વારા તેઓની રજૂઆત સાંભળીને તેમનો પાણીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલ જશે તેવી ખાતરી આપેલ છે જોકે ખરેખર પાણીનો પ્રશ્ન ક્યારે ઉખેલા છે તે આગામી સમય બતાવશે હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં ભરતનગર એક તથા બે,પટેલ કોલોની, રામનગર સોસાયટી, વૈભવનગર, ચિત્રાનગર, શિવમ સોસાયટી, શ્રીજી પાર્ક, જેવી દરેક સોસાયટીઓમાં પીવાનું પાણી મળતું નથી. અને છેલ્લા દસ દિવસથી લોકો પાણી માટે હેરાન થઈ રહ્યા છે એના માટે જ હશે 




Latest News