ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામે ઘરના ફળીયામાં પોલીસે ખાડો ખોદતા દારૂની ૧૦૮ મળી: એક શખ્સની ધરપકડ, એકની શોધખોળ


SHARE





વાંકાનેરના ઢુવા ગામે ઘરના ફળીયામાં પોલીસે ખાડો ખોદતા દારૂની ૧૦૮ મળી: એક શખ્સની ધરપકડ, એકની શોધખોળ

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી અને તે શખ્સના ઘરમાં ફળિયામાં પોલીસે ખાડો ખોદતા ત્યાંથી દારૂની 108 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે હાલમાં ઘરધણીની ધરપકડ કરેલ છે અને આ શખ્સે જેની પાસેથી દારૂ મેળવ્યો હતો તેનું નામ સામે આવ્યુ હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મયુરધ્વજસિંહ જાડેજા અને રવિભાઈ કલોતરાને મળેલ ખાનગી બાતમી આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેતા મુકેશભાઈ બાબુભાઈ કારેલીયાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાં ફળિયામાં પોલીસ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો અને ત્યારે ત્યાંથી પ્લાસ્ટિકના મોટા ઝબલામાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૦૮ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૨,૯૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ દારૂની બોટલો રમેશભાઈ ચોથાભાઈ કિહલા રહે. સુદામડા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર વાળા પાસેથી મેળવી હોવાની કબૂલાત આપેલ છે જેથી કરીને પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તે શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News