મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન


SHARE







કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે મહંત ભુપતબાપુના સાનિધ્યમાં ૫૧ પોથી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે વિશાળ સંત સંમેલનનું યોજાયું હતું

ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠે  પરથી રતનબેન સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. તેની સાથોસાથ ૯ દિવસ સુધી નવચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું છે અને સંતોના સંમેલનમાં આત્માનંદ સરસ્વતી (બોટાદ), મહંત મણીરામ બાપુ, મહંત આનંદરામબાપુ, મહંત બટુકદાસબાપુ, મહંત વિનુબાપુ, મહંત કનૈયાદાસ બાપુ, મોરબીના રામધાન આશ્રમના મહંત ભાવેશ્વરી માં, મહંત મુકુદંબાપુ સહીતના ૭૦ જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ કથાની વ્યવસ્થા, ભજન અને ભોજનનું આયોજન રવિ બાપુ તેમજ તેમના સેવકગણ દ્વારા કરવામાં આવેલ છે તેમ મુકેશ ભગતે જણાવ્યું હતું.






Latest News