મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક મચ્છુ નદીમાં ડૂબી જવાથી અજાણ્યા આધેડનું મોત


SHARE







માળીયા (મી) નજીક મચ્છુ નદીમાં ડૂબી જવાથી અજાણ્યા આધેડનું મોત

માળીયા મીયાણા નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં કોઈ કારણોસર ડૂબી જવાના કારણે અજાણ્યા આધેડ પુરુષનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસે નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં કોઈ અજાણ્યો આધેડ પુરુષ ડૂબી ગયો હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને પોલીસ ઘટના પહોંચી હતી અને ત્યારબાદ નદીમાં ડૂબી ગયેલા આધેડ વ્યક્તિના મૃતદેહને બહાર કાઢીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અજાણ્યા ૫૦ વર્ષના આધેડ પુરુષનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હોવાની માળીયા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને હાલમાં મૃતક વ્યક્તિની ઓળખાણ મેળવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.પી. મારુણીયા ચલાવી રહ્યા છે

રિક્ષા-કાર વચ્ચે અકસ્માત

મોરબીના ઊંચી માંડલ ગામથી નીચીમાંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મીતેશ માયાભાઇ રાતડીયા (૨૨), રાહુલ ભરતભાઈ ગગિયા (૩૮), દિવ્યેશ મોહનભાઈ સોનાગરા (૨૩) અને હિરેન મેરાભાઈ ગગીયા (૩૦) નામના ચાર યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓને મોરબી શહેરના સામાકાઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News