મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

એમપીની ચડ્ડીબનિયાન ધારી ગેંગ મોરબી જીલ્લામાં ધાડ પાડે તે પહેલા ત્રણ શખ્સને દબોચ્યા: ચાર ફરાર


SHARE







એમપીની ચડ્ડીબનિયાન ધારી ગેંગ મોરબી જીલ્લામાં ધાડ પાડે તે પહેલા ત્રણ શખ્સને દબોચ્યા: ચાર ફરાર

મોરબી માળિયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસ સેવરોલેટ ટવેરા ગાડીમાં કેટલાક લોકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ગાડીમાં આવેલા શખ્સોની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી તેવામાં તકનો લાભ લઈને ચાર શખ્સો ત્યાંથી નાશી ગયા હતા જો કેપોલીસે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા અને કારને ચેક કરી હતી ત્યારે કારમાં આવેલા શખ્સોની પાસેથી નાના-મોટા ડીસમિસ,  ગણેશિયો, ટોર્ચ બત્તી વાયર કાપવાનું કટર વિગેરે જેવી વસ્તુઓ મળી આવી હતી જેથી કરીને મોરબી જીલ્લામાં ધાડ પાડવા માટે એમપીથી આવેલ ચડ્ડી બનીયાન ધારી ગેંગના ત્રણ શખ્સોને પકડીને પોલીસ દ્વારા તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નાશી ગયેલા શખ્સોને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

શિયાળામાં રાત્રી દરમિયાન જુદી જુદી જગ્યાએ ચોરી, ધાડ, લુટ વગેરે જેવી ઘટનાઓ બનતી હોય છે દરમિયાન મોરબીના માળીયા હાઇવે ઉપર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લક્ષ્મીનગર ગામ પાસે સેવરોલેટ કંપનીની ટવેરા કાર નંબર જીજે ૧૮ બીએચ ૪૪૭૪ ઊભી હતી અને તેમાં બધા જ પરપ્રાંતીય લોકો હતા જેથી કરીને કારમાં બેઠેલા શખ્સોની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી ત્યારે કારમાં બેઠેલા શખ્સોમાંથી તકનો લાભ લઈને ચાર શખ્સો નાશી ગયા હતા જો કે, પોલીસે સ્થળ ઉપરથી ત્રણ શખ્સને ઝડપી લીધા હતા

હાલમાં મળતી માહિતી મુજબ લક્ષ્મીનગર ગામની સીમમાં અન્નપૂર્ણા હોટેલ નજીક સાઈ કાંટા પાસે ઉભેલ કારમાંથી બે નાના મોટા ડિસમિસ, લોખંડનો ગણેશિયો, માથા ઉપર પહેરવાની ટોર્ચ બત્તી વગેરે જેવા સાધનો અને હથિયાર મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૧.૧૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને બેઠેલા શખ્સોમાંથી કૈલાશભાઈ પારસિંગ ભુરીયા જાતે આદિવાસી (૩૧) રહે. ફૂટતાલાબ તાલુકો જોબટ અલીરાજપુર મધ્ય પ્રદેશ, પિયારસિંગ ઉર્ફે ભગત રણજિત વસુનીયા જાતે આદિવાસી (૪૫) રહે. માયાવાટ નંદીદડી ફળિયું અલીરાજપુર મધ્યપ્રદેશ અને જયદીપ રણુભાઈ બામણીયા જાતે આદિવાસી (૨૪) રહે. કોરિયા પાન તાડફડિયું અલીરાજપુર મધ્ય પ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે

આ શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં કારમાં બેઠેલા જે ચાર શખ્સો નાસી ગયા છે તેમાં વિજય રૂપસિંગ ભુરીયા જાતે આદિવાસી રહે. ફૂટતાલાબ તાલુકો જોબટ અલીરાજપુર, મુકેશ દલસિંગ અમલીયાર જાતે આદિવાસી રહે. વાઘાટી ફૂટતાલાબ અલીરાજપુર, પપ્પુ બુલુર આદિવાસી રહે. ખાણીયામ્બા તાલુકો ટાંડા અલીરાજપુર અને ભાયા નકતા આદિવાસી રહે ખાણીયામ્બા તાલુકો ટાંડા અલીરાજપુર વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને પોલીસે આ ચાર શખ્સોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

અત્રે ઉલ્લેખનીય છે કે આ ગેંગ દ્વારા મોરબી જિલ્લાના કોઈપણ વિસ્તારમાં ચોરી, લૂંટ કે ધાડ જેવી ઘટનાને અંજામ આપવામાં આવે ત્યાર પહેલા ગેંગના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૩૯૯ મુજબ ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News