મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટીમાં રહેતા યુવાને રાજકોટમાં રહેતી પરિણીતા સાથે મૈત્રી કરાર કરેલ છે અને છેલ્લા બે મહિનાથી મહિલા તેની સાથે મોરબીમાં રહેતી હતી દરમ્યાન મહિલાના પતિસસરા અને દિયર સહિતના શખ્સો દ્વારા યુવાનનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું જેની મહિલાએ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે અગાઉ નવ આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના રવાપર ગામે રહેતા વર્ષોબેન હરેશભાઇ હામાભાઇ કરમટાએ મૈત્રી કરાર કરેલ હોય તે રવાપર ગામે રહેતા રમેશભાઇ ખોડાભાઇ નાગહ સાથે રહેતા હતા તેવામાં ફરીયાદીના પતિ હરેશભાઇ હામાભાઇ કરમટા તેમજ તેમના સસરા અને દિયર સહિતનાઓ દ્વારા રમેશભાઇ ખોડાભાઇ નાગહનું ઇકો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયેલ હતા જેની મોરબી એ ડિવિઝન પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે અગાઉ મહિલાના પતિ સહિત કુલ મળીને નવ આરોપીની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં પરેશભાઈ કરમટા જાતે રબારી (૨૮) રહેખોડિયારપરા આજી ડેમ ચોકડી રાજકોટ વાળાની મોરબી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરેલ છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના લાલપર ગામે રહેતા મોહનલાલ ઇદારામજી (૪૮) નામનો યુવાન મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળા પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મોહનલાલને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દવાઓ પીધી

મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ સીટી એપાર્ટમેન્ટમાં રહેતા બંસરીબેન અજયભાઈ ભટ્ટ (૩૯) નામની મહિલા કોઈ કારણોસર અજાણી દવાઓ પી જતા તેને અર્ધ બેભાન હાલતમાં મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસેથી બાઈક લઈને સંદીપકુમાર બ્રિજકિશોર યાદવ (૨૮) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતમાં સંદીપકુમારને ઇજાઓ થઈ હતી માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે




Latest News