વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામેથી નીકળેલ મંત્રી અરવિંદ રૈયાણીની જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર કરાયું સ્વાગત


SHARE







મોરબીના શનાળા ગામેથી નીકળેલ મંત્રી અરવિંદ રૈયાણીની જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર કરાયું સ્વાગત

 ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા હાલમાં જુદા-જુદા જિલ્લાઓની અંદર યોજાઈ રહી છે ત્યારે રાજકોટના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યના વાહન વ્યવહારનાગરિક ઉડ્ડયનપ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી અરવિંદભાઇ રૈયાણી મોરબી આવ્યા હતા અને મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે દર્શન કરીને આશીર્વાદ લીધા બાદ તેની જન આશીર્વાદ યાત્રા મોરબી થી રાજકોટ તરફ જવા માટે રવાના થઈ હતી ત્યારે વીરપર, ધ્રુવનગર, ટંકારા સહિતના ગામોમાં મંત્રીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે તેઓને કુમકુમ તિલક કરી આવકાર સાથે સન્માન આપવામાં આવ્યું હતું ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા અને રણછોડભાઈ દલવાડી, મોરબી યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા સહિતના આગેવાનો તેની સાથે રહ્યા હતા




Latest News