મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદના દિઘડિયા ગામે સગા ભાઈની હત્યાના ગુનામાં બીજા આરોપીની ધરપકડ


SHARE







હળવદના દિઘડિયા ગામે સગા ભાઈની હત્યાના ગુનામાં બીજા આરોપીની ધરપકડ

બળદેવ ભરવાડ દ્વારા, હળવદના દિઘડિયા ગામે સીમમાં આવેલ વાડીએ ત્રણ સગા ભાઇઓ રહેતા હતા તેઓની વચ્ચે ખેતીની જમીનમાં સિચાઈ માટેનું પાણી લેવા બાબતે થોડા દિવસો પહેલા બોલાચાલી થઇ હતી ત્યારે ઉશ્કેરાટ અને આવેગમાં આવીને બે ભાઈઓએ એક સંપ કરીને તેના જ સગા ભાઈને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી નાખી હતી આ બનાવમાં અગાઉ એક આરોપીને પકડવામાં આવ્યો હતો તેને હળવદ પોલીસ સ્ટેશનના લોકઅપમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યારે હત્યાના ગુનામાં હાલમાં પોલીસે બીજા ભાઈની ધરપકડ કરેલ છે

હળવદ તાલુકાનાં દિઘડીયા ગામની સીમમાં રહેતા મૂળ ચિત્રોડી ગામના રહેવાસી મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) તેમના પરિવાર સાથે તા ૨૧ ના રોજ રાતે ઘરે હતા ત્યારે તેના જ બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ ખેતરમાં સિચાઇ માટે પાણી લાવે બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારે મુકેશભાઈ ઉપર છરી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમા મુકેશભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી હત્યા થઇ હતી અને તેની પત્નીએ તેના જેઠ અને દિયરની સામે હત્યાની ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ આરોપી મુન્નાભાઈ કુકાભાઈ સારલાની ધરપકડ કરેલ હતી જેને હળવદ પોલીસ સ્ટેશનના લોકઅપમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ પોલીસે હાલમાં આ ગુનામાં આરોપી રઘાભાઈ કુકાભાઈ સારલાની પોલીસે હાલમાં ધરપકડ કરેલ છે 






Latest News