મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં કૈલા પરિવાર-ટંકારાના કોઠારિયા-સખપર ગામે બારૈયા પરિવારના સ્નેહમિલનનું આયોજન


SHARE











મોરબીમાં કૈલા પરિવાર-ટંકારાના કોઠારિયા-સખપર ગામે બારૈયા પરિવારના સ્નેહમિલનનું આયોજન

ટંકારાના કોઠારિયા-સખપર ગામે સુરાપુરા શ્રી ખોડાબાપાનું સ્થાનક આવેલ છે ત્યાં કડવા પાટીદાર બારૈયા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે મહેન્દ્રનગર પાસે આવેલ રામવાડી ખાતે કૈલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે

કડવા પાટીદાર બારૈયા પરિવારનું સ્નેહમિલન
ટંકારાના કોઠારિયા-સખપર ગામે સુરાપુરા શ્રી ખોડાબાપાનું સ્થાનક ખાતે શ્રી કડવા પાટીદાર બારૈયા પરિવાર દ્વારા તા. ૨૪ ને રવિવારે ૧૯ માં સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાત્રીના ૯ કલાકે લોકડાયરો પણ રાખવામા આવેલ છે ત્યારે લોક ડાયરાના કાર્યક્રમમાં ભજનિક સાગરદાન ગઢવી, શીતલ બારોટ ભજનની જમાવટ કરશે તેમજ હાસ્ય કલાકાર હિતેષ અંટાલાને પણ બોલાવવામાં આવ્યા છે આ સ્નેહમિલન સમારોહમાં પરિવારના સભ્યોએ સમયસર સહપરિવાર સાથે આવવા માટે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ બારૈયા, ઉપપ્રમુખ મનહરભાઈ બારૈયા સહિતના આગેવાનોએ આમંત્રણ આપેલ છે

મોરબીમાં કૈલા પરિવારનું સ્નેહમિલન યોજાશે
મોરબી શહેરમાં કૈલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે રમતોત્સવ અને ઈનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ તા. ૨૫ ને સોમવારના રોજ મહેન્દ્રનગર પાસે આવેલ રામવાડી ખાતે રાખવામા આવેલ છે ત્યારે બપોરે ૨ થી ૪ સુધી બાળકો માટે જુદીજુદી રમત-ગમતનું આયોજન કરેલ છે ત્યાર બાદ બપોરે ૪ થી ૪:૩૦ આશીર્વચન,  તેજસ્વીતા સન્માન, રાસ ગરબા અને અંતમાં સ્વરૂચી ભોજન રાખવામા આવેલ છે આ કાર્યક્રમની વધુ માહિતી માટે દિનેશભાઇ (૯૭૩૭૫ ૦૨૨૨૨), અમિતભાઇ (૯૯૭૪૪ ૨૨૨૦૦) નો સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News