મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત


SHARE







મોરબીના ગોર ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું ત્યારે ગોર ખીજડીયા ગામે આવેલા રથનું ગામના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું આ તકે આયુષ્માન કાર્ડ અને સન્માન પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા અને વિકસિત ભારત માટે હાજર લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી અને ગામની શાળામાં ભણતા તેજસ્વી બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા ત્યારે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા સરકારની હાલની વિવિધ યોજનાઓ અને વિકાસ અંગે બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અંતમાં ગોર ખીજડીયા પ્રાથમિક શાળામાં સરકાર તરફથી નવી આવેલ કોમ્પ્યુટર લેબનું મહેમાનોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ તકે ગોર ખીજડીયા ગામે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતીયા, જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ પડસુંબીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, ગામના સરપંચ ગૌતમભાઈ મોરડિયા, પરેશભાઈ રૂપાલા, ધનજીભાઈ દંતાલીયા તથા ગોર ખીજડીયા પંચાયતના સભ્યો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા






Latest News