મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની સરકારી શાળામાં સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ


SHARE







ટંકારાના સજનપર ગામની સરકારી શાળામાં સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

ટંકારા તાલુકાના સજનપર ગામે રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શ્રી સજનપર પ્રાથમિક શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ મંત્રોચ્ચાર સાથે સૂર્યનમસ્કાર કર્યા હતા અને ગ્રામ્ય કક્ષાએ ૧૯ થી ૪૦ વર્ષના વયજુથમાં સજનપર ગામના જ યુવાન સાગર દલસુખભાઈ ફેફર ને શાળાના નોડલ શિક્ષિકા બહેન વિરમગામા મીનાબેન ડી. એ યોગ્ય મૂલ્યાંકન કરી પ્રથમ ક્રમે વિજેતા કરેલ છે. અત્રે ઉલેખનીય છે કે, સાગર ફેફર જ્યારે ધો.૭ માં હતો ત્યારથી જ તેમણે સંકલ્પ  કરેલ હતો કે હું દરરોજ સૂર્ય નમસ્કાર કરીશ અને આ સંકલ્પને સિદ્ધ કરી બતાવેલ છે અને આજે તે દરરોજના ૧૦૮ સૂર્યનમસ્કાર કરે છે. સાગરભાઈએ શાળાના બાળકોને સૂર્યનાસ્કાર વિશે ખૂબ જ શ્રેષ્ઠ માહિતી આપી હતી. આ આયોજન બદલ શાળાના નોડલ શિક્ષક વિરામગામા મીનાબેન તેમજ સમગ્ર સ્ટાફ અને સાગરભાઈ ફેફરને શાળાના આચાર્ય અલ્પેશભાઇ પૂજારા દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા






Latest News