ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી બાઇક લઈને જઇ રહેલા આધેડનું ટ્રક ટ્રેલર નીચે કચડાઈ જવાથી મોત


SHARE











મોરબીના લાલપર પાસેથી બાઇક લઈને જઇ રહેલા આધેડનું ટ્રક ટ્રેલર નીચે કચડાઈ જવાથી મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે શ્યામ હોટલની સામેના ભાગમાં ડિવાઈડર પાસે સ્પીડબેકર બનાવવામાં આવેલ છે અને ત્યાંથી આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે રસ્તા ઉપર નીચે પડેલા આધેડ ઉપરથી ટ્રક ટ્રેલરના ટાયર ફરી જતા તેઓને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો. જેથી હાલમાં મૃતક આધેડના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મોહબતપુરાના રહેવાસી અને હાલમાં મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ગામ પાસે પ્રભુકૃપા રેસીડેન્સીમાં બાલાજી હોમ્સ એ-૩૦૨ ખાતે રહેતા હિતભાઈ રાજેશભાઈ ફળદુ જાતે પટેલ (૧૯)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર આરજે ૭ જીસી ૨૩૭૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે શ્યામ હોટલની સામેના ભાગે ડિવાઈડર બાજુ બનાવવામાં આવેલ સ્પીડબેકર પાસેથી તેઓના પિતા રાજેશભાઈ રતિલાલભાઈ ફળદુ તેનું બાઇક નંબર જીજે ૩૬ એજી ૮૪૭૧ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રક ટ્રેલરના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીના પિતા રસ્તા ઉપર નીચે પટકાતા ટ્રક ટ્રેલરના તોતિંગ ટાયર તેના શરીર ઉપરથી ફરી વળ્યા હતા જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ બાદ ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને ભોગ બનેલા રાજેશભાઈ રતિલાલભાઈના દીકરા હિતભાઈ ફળદુ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબી શહેરમાં વાઘપરા મેઇન રોડ ઉપર આવેલ નાલા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બે બોટલો કબજે કરી હતી અને આરોપી કાનજીભાઈ દેવજીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૩૫) રહે. જેલ રોડ વણકરવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News