ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સ્નેહમિલન-વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબીના કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સ્નેહમિલન-વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી લોન્સ ખાતે ઝાલાવાડ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા ૨૧ માં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે સાથે  વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે તેને ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિતના લોકો હાજર રહેવાના છે ત્યારે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા સમાજના તમામ લોકોને હાજર રહેવા માટે થઈને આમંત્રણ આપવામાં આવ્યું છે

ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ મોરબીના પ્રમુખ પ્રકાશભાઈ કેશવજીભાઈ કાચરોલાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, આવતીકાલે તા. ૧૭ ને રવિવારે સાંજે ૪:૩૦ કલાકે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી લોન્સ ખાતે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ મોરબી દ્વારા ૨૧ મા સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથો સાથ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે થઈને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેની સાથે ત્યાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવનાર છે ત્યારે આ કાર્યક્રમમાં સમારંભના મુખ્ય અધ્યક્ષ તરીકે જીવરાજભાઈ નાગજીભાઈ ફુલતરીયા (તીર્થક પેપર મીલ) હાજર રહેશે તે ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ બચુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે ત્યારે મોરબીમાં રહેતા ઝાલાવાડ કડવા પાટીદાર સમાજના લોકોને સહપરિવાર સમયસર કાર્યક્રમમાં હાજર રહેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News