મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રવાપર રોડ થયેલ લૂંટના ગુનામાં પોલીસે બંન્ને આરોપીઓની કરી ધરપકડ


SHARE







મોરબીમાં રવાપર રોડ થયેલ લૂંટના ગુનામાં પોલીસે બંન્ને આરોપીઓની કરી ધરપકડ

મોરબી રવાપર રોડ ઉપર આવેલ લીલાલહેરની બાજુમાં આંગડીયા પેઢીના કર્મચારીને હથિયાર બતાવીને આંખમાં મરચાની ભુકી છાંટીને લુંટ કરવામાં આવી હતી જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જો કે, આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને દિલ્હીમાં હથિયાર સાથે પકડવામાં આવેલ હતા જેથી કરીને પોલીસે આ આરોપીઓને ત્યાથી કબજો લઈને આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

મોરબી પંચાસર રોડ ઉપર આવેલ ઉમીયાજી સોસાયટીમાં સરદાર હીલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા વસંતભાઇ ગંગારામભાઈ બાવરવા પાસેથી આંગડીયામાં આવેલ રોકડા રૂપીયાની લીલા લહેર પાસે મોટર સાયકલ પર આવેલ બે અજાણ્યા શ્ખ્સોએ મરચાની ભુકી છાંટી લુંટ કરી હતી અને ત્યારે તેને પ્રતિકાર કરતા એક ઇસમે રીવોલ્વર જેવું હથિયાર કાઢી તેને માથામાં બે ત્રણ ઘા મારી ઇજા પહોચાડી હતી અને અમુક રકમની લુંટ કરી નાશી ગયેલ હતા જેથી પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ઘટનોનો લાઈવ વિડીયો વાયરલ થયો હતો જેથી તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ ગુનામ સંડોવાયેલ જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ (૨૫) રહે. મૂળ બંગાવડી હાલમાં રહે શનાળા શક્તિ માતાજીનાં મંદિર પાસે રાધે એપાર્ટમેન્ટ અને સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત (૩૦) રહે. હાલ નાગલકા તાલુકો સુરેન્દ્રનગર મુળ રહે શંકરગઢ પ્રયાગરાજ યુપી વાળા દિલ્હીમાં હથિયાર સાથે ઝડપાયા હતા જેથી ત્યાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને જેતે સમયે દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓનો કબજો લઈને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News