મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ૨૭૬૩ લાભાર્થીઓએ મેળવ્યો આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ


SHARE







મોરબી જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ૨૭૬૩ લાભાર્થીઓએ મેળવ્યો આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ

સમગ્ર ભારતના છેવાડાના ગામ સુધી જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓના લાભ અને યોજનાઓ વિશેની માહિતી મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય પણ આ યાત્રામાં સક્રિય રીતે જોડાયું છે. જે અન્વયે મોરબી જિલ્લાના ગામે-ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ કરી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાદરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાલક્ષી કાર્યક્રમો દ્વારા વિવિધ યોજનાઓના લાભ સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં આવે છે.

યાત્રા દરમિયાન રથ ગ્રામજનો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળે છે અને તેનું નિરાકરણ કરવાનો પ્રયાસ પણ કરે છે. જેમાંની એક સમસ્યા છે કે અચાનક આવી જતો મેડિકલ ખર્ચનો બોજો. લોકોને રોગની અસર અને તેની સારવાર માટે થતા મસમોટા મેડિકલ ખર્ચ સામે રક્ષણ આપવા સરકારશ્રી દ્વારા આયુષ્માન કાર્ડની યોજના શરૂ કરવામાં આવી છે. આ આયુષ્માન કાર્ડ યોજનામાં ૧૦ લાખની મર્યાદામાં સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્માન કાર્ડ વિશે માહિતી પુરી પાડી ઘર આંગણે લોકોને આયુષ્માન કાર્ડ બનાવી આપવાની સવલત પૂરી પાડવામાં આવી રહી છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ દરમિયાન જિલ્લામાં ૬ ડિસેમ્બર સુધીમાં ૮૮ ગ્રામ પંચાયત સુધી પહોંચ્યો છે, જે દરમિયાન ૨૭૬૩ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્માન કાર્ડની સેવા પૂરી પાડવામાં આવી છે. આ લાભાર્થીઓ માટે આ આયુષ્માન કાર્ડ સંકટ સમયની સાંકળ સાબિત થશે. ગરીબ લોકો જે પોતાના ઘરનો ખર્ચ પણ માંડ ચલાવી શકતા હોય ત્યારે અચાનક કોઈ દવાખાનાનો ખર્ચ આવી ચડે ત્યારે ઘર પર જાણે પહાડ તૂટી પડે છે. પરંતુ હવે આવા પરિવારો માટે આશીર્વાદ બની છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના.






Latest News