મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી : ૪ કીલો ૪૫૦ ગ્રામનો માદક પદાર્થ ગાંજાના કેસમાં આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE







મોરબી : ૪ કીલો ૪૫૦ ગ્રામનો માદક પદાર્થ ગાંજાના કેસમાં આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબી તાલુકા પોલીસે ૪ કીલો ૪૫૦ ગ્રામનો માદક પદાર્થ ગાંજા સાથે આરોપી કરશનભાઈ ભીખાભાઈ વાઘેલા ને એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૨૦ (બી) મુજબ ના ગુન્હાના કામે અટક કરેલ અને તે આરોપી એ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામ. સુપ્રીમ કોર્ટ તથા નામ. ગુજ. હાઈકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી મોરબી ના શ્રી પી. સી. જોષી સાહેબ શ્રી એ આરોપી કરશનભાઈ ભીખાભાઈ વાઘેલા ને રૂા. ૧૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ છે. આ કેસમાં આરોપી કરશનભાઈ ભીખાભાઈ વાઘેલાના વકીલ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.






Latest News