મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણે કેનાલમાં રવી સીઝનમાં વાવેતર કરવા પાણી આપો:કે.ડી.બાવરવા


SHARE







મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણે કેનાલમાં રવી સીઝનમાં વાવેતર કરવા પાણી આપો:કે.ડી.બાવરવા

મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવેલી છે. માળીયા બ્રાન્ચ, ધ્રાંગધ્રા બ્રાન્ચ, અને મોરબી બ્રાન્ચ.હાલમાં ખેડૂતો દ્વારા રવી પાક માટે વાવેતર કરવામા આવી રહ્યું છે.પરંતુ જીરું, ઘઉં, રાયડો વગેરે પાકને વાવવાનો સમય થઈ ગયો છે. જો સમયસર વાવેતર થાય તો ખેડૂતોને સારો પાક પાકવાની શક્યતા વધી જાય છે. અને જો મોડું વાવેતર થાય તો પાક ૫૦ ટકા થાય છે.

હાલમાં ઉપર મુજબની એક પણ બ્રાન્ચ માં ખેડૂતોને વાવેતર કરવા માટે પાણી નથી મળી રહ્યું. અને આ પ્રશ્ન લગભગ દરેક વર્ષે થાય છે.ચૂંટાયેલા આગેવાનો ફકત નાટકો કરે છે. અને આ પ્રશ્નનો કોઈ કાયમી નિકાલ થતો નથી.ખેડૂતો મોંઘા ભાવના બિયારણ, લાઈનમાં ઉભા રહીને મેળવેલું ખાતરનો ખર્ચ કરે છે.પણ પાણી ન મળવાથી લાચાર થઇ બેશી રહ્યો છે.જેથી દરેક ખેડૂતો વતી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કે.ડી.બાવરવા દ્વારા રાજયના મુખ્મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને માગણી કરેલ છે કે આ ખેડૂતો ને તાત્કાલિક પાણી આપવામાં આવે જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે .તો આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા વિનંતી છે.






Latest News