ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી એસઓજીએ શંકાના આધારે અટકાવેલા શખ્સની ઉલટ તપાસમાં વાંકાનેરની પાંચ વર્ષ જૂની બાઈક ચોરીનો ભેદ ખુલ્યો


SHARE











મોરબી એસઓજીએ શંકાના આધારે અટકાવેલા શખ્સની ઉલટ તપાસમાં વાંકાનેરની પાંચ વર્ષ જૂની બાઈક ચોરીનો ભેદ ખુલ્યો

મોરબી એસઓજીના સ્ટાફે શહેરના સામાકાંઠે એલ.ઇ.કોલેજના રસ્તે ફ્લોરા ટાઉનશિપ નજીક આવેલ ડી-માર્ટ નજીકથી શંકાસ્પદ નંબર પ્લેટ વગરના બાઇક સાથે એક ઇસમને અટકાવ્યો હતો અને તેની પૂછપરછ ઉલટ તપાસ કરતા તેમાંથી વાંકાનેરની પાંચ વર્ષ જૂની બાઇક ચોરીનો ભેદ ખુલવા પામેલ છે.વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પાંચ વર્ષ પૂર્વે બાઇક ચોરી થયેલ તે ચોરાઉ બાઇક સાથે ચોરી કરનાર ઈસમને મોરબી એસઓજી ટીમે ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજી સ્ટાફે સામાકાંઠે ડી-માર્ટ પાસેના રોડ ઉપરથી એક ઇસમને નંબર પ્લેટ વગરના બાઇક સાથે પકડ્યો હતો અને તેની પૂછપરછમાં તેણે પોતાનું નામ પંકજ રમેશભાઈ સિંચાણાદા (ઉ.વ.૨૧) રહે સોઓરડી મેલડી માતાના મંદિર સામે સામાકાંઠે મોરબી-૨ હોવાનું જણાવ્યું હતું અને તેની પાસે રહેલ નંબર પ્લેટ વગરના બાઇક બાબતે પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેણે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે પોકેટકોપ એપ્લિકેશન વડે સર્ચ કરતા તે બાઇકના એન્જિન-ચેસીસ નંબર આધારે તે બાઈકના નંબર જીજે ૩૬ એન ૩૪૨૩ હોવાનું અને તે બાઈક તેણે પાંચેક વર્ષ પૂર્વે વાંકાનેર દોશી કોલેજ રોડ ઉપરથી ચોરી કર્યુ હોવાની કબુલાત આપી હતી.વાહન ચોરીના બનાવ મામલે તે સમયે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાયેલ હતી.હાલ એસઓજી ટીમે આરોપી પંકજ રમેશભાઈ સિંચાણાદા (ઉ.વ.૨૧) રહે.મોરબી વાળાને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક કીમત રૂા.૨૫ હજાર રીકવર કરી વધુ તપાસ ચલાવી છે.આ કામગીરીમાં એસઓજી પીઆઈ એમ.પી.પંડ્યા, પીએસઆઈ એમ.એસ.અંસારી, રસિકભાઈ કડીવાર, ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, શેખાભાઈ મોરી, જુવાનસિંહ રાણા, મુકેશભાઈ જોગરાજીયા, ભાવેશભાઈ મિયાત્રા, આશીફ્ભાઈ ચાણકીયા, પ્રાણસુરભાઈ ડાંગર, કમલેશભાઈ ખાંભલીયા, સામંતભાઈ છુછીયા અને અંકુરભાઇ ચાંચુ સહિતની ટીમ જોડાયેલ હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના જોધપર નદી ગામે રહેતા પ્રદીપભાઈ વિનુભાઈ સુરેલા (ઉમર ૨૭) અને રંજનબેન વિનુભાઈ સુરેલા (ઉમર ૫૦) ને મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાગરા દ્વારા નોંધ કરીને બનાવ અંગે તપાસ હાથ ધરાઈ હતી.

એએસિડ પી જતા સારવારમાં

મોરબીની મોચી શેરી વિસ્તારમાં રહેતો કરણ ધીરુભાઈ ચૌહાણ નામનો ૨૮ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર એસિડ પી ગયો હતો જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.હાલ હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં કરાયેલી જાણના પગલે તપાસ અધિકારી હરેશભાઈ ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરાઇ છે.






Latest News