મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં યુવાન અને તેના બે સંતાનોના મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







માળીયા (મી) તાલુકામાં યુવાન અને તેના બે સંતાનોના મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

માળિયા મીયાણાના નાના દહીસરા ગામ પાસે બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચલાવી રહેલ યુવાન તથા તેના એક દીકરો અને એક દીકરીનુ મોત નિપજયુ હતુ જોકે બાઈકમાં તેની સાથે બેઠેલી યુવાનની પત્ની અને એક બાળકીને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મીયાણા તાલુકાના નાના દહીસરા ગામ પાસે ગઇકાલે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર સરુભાઈ કુશવહ (૩૫) તેના પત્ની અને ત્રણ સંતાનો સાથે પોતાના બાઈક નંબર જીજે ૩ બીડી ૫૬૨૦ ઉપર વવાણીયા ગામ થી પીપળીયા ચાર રસ્તા તરફ રાત્રિના ૧૧;૩૦ વાગ્યાની અરસામાં આવી રહ્યા હતા દરમિયાન તેઓના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતના આ બનાવમાં બાઈક ચલાવી રહેલ કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર કુશવાહ (૩૫) તેના દિકરા શુભ કલ્પેશભાઇ કુશવાહ (૨) અને દિકરી પરી કલ્પેશભાઈ કુશવાહ (૫)ને ગંભીર ઇજા થઈ હોવાના કારણે મોત નીપજ્યા હતા જો કે, બાઈક ઉપર બેઠેલ કલ્પેશભાઈના પત્ની લક્ષ્મીબેન કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર કુશવાહ (૩૦) તેમજ તેની દીકરી ખુશી (૩) ને ગંભીર ઇજા થયો હોવાથી તે બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપીને વધુ સારવાર માટે તે બંનેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને જીવલેણ અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયેલ હતો જેથી કરીને હાલમાં આ બનાવમાં મૃતકના પરિવારજન અરવીંદભાઇ શરૂભાઇ કુશવાહ જાતે માળી (૨૫) રહે હાલ વવાણીયા તાલુકો માળીયા મુળ રહે. છીબાવલી નં.૨ તાલુકો લાહાર જીલ્લો ભીંડ મધ્ય પ્રદેશ વાળાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News