મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોને સીંચાઈનું પાણી પહોચડવા ધારાસભ્ય કાંતિભાઈએ રાજસ્થાનનો ચૂંટણી પ્રવાસ રદ કર્યો


SHARE







મોરબી-માળીયાના ખેડૂતોને સીંચાઈનું પાણી પહોચડવા ધારાસભ્ય કાંતિભાઈએ રાજસ્થાનનો ચૂંટણી પ્રવાસ રદ કર્યો

મોરબી માળિયાના ધારાસભ્યએ સચિવાલયમાં મંત્રીઓ સાથે મિટિંગ કરી હતી અને મોરબી બ્રાન્ચ કેનાલ તથા માળીયા બ્રાન્ચ કેનાલમાં તાત્કાલિક અસરથી પાણી છુટે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે તેમજ બ્રાહ્મણી ડેમમા પાણી ચાલુ કરાવેલ છે અને આગામી તા ૨૪/૧૧ સુધીમા બને કેનાલમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે તેઓ સતત સચિવઓ તથા મંત્રીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે અને ૯૦૦ કયુસેક સુધી પાણીનુ લેવલ કરાવેલ છે

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડુતોની મુશ્કેલી વહેલી તકે દુર થાયએ હેતુથી પોતાનો રાજસ્થાન ચુટણી પ્રવાસને પણ રદ કરેલ છે અને મોરબી માળિયાના તમામ ખેડૂત ભાઈઓને બે દિવસ સુધીમા પાણી મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે અને તાત્કાલિક અસરથી પાણી છુટે અને બને કેનાલમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે તેઓ સચિવાલયમાં મંત્રીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે જેથી કરીને ખેડૂતોને સિચાઈ માટે પૂરતા પ્રમાણમા પાણી મળશે તેવી આશા બંધાણી છે






Latest News