મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં જય સિદ્ધનાથ એજ્યુકેશન સંગઠનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં જય સિદ્ધનાથ એજ્યુકેશન સંગઠનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં જય સિદ્ધનાથ એજ્યુકેશન સંગઠન (JSES) નું દર વર્ષની જેમ આ વર્ષે પણ સતવારા સમાજ વાડી-પંચાસર ચોકડી મોરબી ખાતે સ્નેહમિલન તથા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો તેમજ હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી હતી

મોરબીમાં જય સિધ્ધનાથ એજ્યુકેશન સંગઠન કે જે મોરબી સતવારા સમાજ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે કાર્યરત છે. આ સંગઠન દ્વારા સમાજના યુવાનો કે જે શૈક્ષણિક રમત-ગમત કે સાંસ્કૃતિક કલા ક્ષેત્રે આગળ વધતા હોય તેને પ્રોત્સાહિત કરે છે સાથે સાથે સમાજના જે કોઈ વ્યક્તિએ કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ હોય કે સરકારી નોકરી મેળવેલ હોય તેને સન્માનિત કરે છે. અને સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ માટે આ સંગઠન ખૂબ જ સક્રિય છે આ વર્ષે કાર્યક્રમમા મુખ્ય મહેમાન મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી હતા અને તેમનું શાલ ઓઢાડીને વિશેસ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડીઝાનિંગ એન્જિનીયરિંગ ક્ષેત્રમાં વિશ્વ વિખ્યાત એવા શિક્ષણ વિદ ભાવિનભાઈ ડાભીએ યુવાનોને પ્રેરણારૂપ માગૅદશૅન આપ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મોરબી સતવારા સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ, રમત-ગમતના ખેલાડીઓ તેમજ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા JSES ના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રો. રાજેશભાઈ કંઝારિયા તેમજ લોકસાહિત્યકાર સતિષભાઈ કંઝારિયાએ કર્યું હતું અને ડૉ. મહેશભાઈ ડાભીએ બધા લોકોનો આભાર વ્યક્ત કરેલ હતી

આ તકે જય સિદ્ધનાથ એજ્યુકેશન સંગઠન (JSES) મોરબીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પ્રો. રાજેશભાઈ કંઝરિયા, ઉપપ્રમુખ ડૉ. ઉમેશભાઈ નકુમ, મંત્રી ડૉ. મહેશભાઈ ડાભી, ખજાનચી ડૉ. જયેન્દ્રભાઈ કંઝારિયા તેમજ સહ ખજાનચી તરીકે સુરેશભાઈ પરમાર અને રણજીતભાઇ કટેશિયા, મંત્રી તરીકે ભાવેશભાઇ ડાભી, સતિષભાઈ કંઝારિયા, પ્રહલાદભાઈ કંઝારિયા તેમજ પ્રચાર પ્રસાર મંત્રી ગોવિંદભાઈ હડિયલ, સહ પ્રચાર પ્રસાર મંત્રી નવીનભાઈ હડિયલ, અને કારોબારી સભ્યમાં રોહિતભાઈ કંઝારિયા, અશ્વિનભાઈ કંઝારિયા, પ્રતિકભાઈ કંઝારિયા, પ્રવીણભાઈ પરમાર, જયેશભાઈ પરમાર, શૈલેષભાઈ ડાભી, કારોબારી સભ્ય મહેન્દ્રભાઈ સોંનગ્રા અને જીતેન્દ્રભાઈ નકુમની વરણી કરવામાં આવી છે






Latest News