ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત
Breaking news
Morbi Today

હળવદના કોયબા પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







હળવદના કોયબા પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકામાં આવતા કોઇબા ગામથી ઢવાણા તરફ જવાના રસ્તે પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ કેનાલમાંથી તેના ડેડબોડીને બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની નોંધ કરીને હળવદ પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ હળવદ જીઆઇડીસીની પાછળના ભાગમાં રહેતા અજીતભાઈ ઉર્ફે અજો દેવશીભાઈ સીરોયા જાતે કોળી (૨૦) પોતાના ઘરેથી ટ્રકમાં જવાનું કહીને તા ૧૪/૧૧ ના રોજ નીકળ્યો હતો ત્યારબાદ તા ૧૯/૧૧ ના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામાં ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં કોઈબા ગામ પાસે પાણીમાં ડૂબેલી હાલતમાં તેની ડેડબોડી મળી આવી હતી જેથી કરીને આ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતાઅને આ અંગેની મૃતકના ભાઈ અશોકભાઈ દેવશીભાઈ શિરોયા જાતે કોળી (૨૩) રહે. જીઆઇડીસી પાછળ હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેના આધારે પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પીધી

મૂળ નર્મદા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ટીંબાવાડી પાસે જયંતીભાઈની વાડીએ રહેતા રીંકુબેન ચંદુભાઈ તળવી (૨૦) નામની યુવતી કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિ.કે. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News