મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીના મકનસર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે ચાર વ્યક્તિ ઉપર ધોકા–પાઇપ વડે હુમલો કરનારા નવ આરોપીની ધરપકડ


SHARE









મોરબીના શનાળા ગામે ચાર વ્યક્તિ ઉપર ધોકા–પાઇપ વડે હુમલો કરનારા નવ આરોપીની ધરપકડ

મોરબી નજીકના શકત શનાળા ગામે અગાઉ થયેલી મારામારી અને ઝઘડાનો રોષ રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. અને ધોકા-પાઇપથી એક જ પરિવારના ચાર લોકોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેની ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે નવ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના શનાળા ગામે આવેલા ઇન્દિરાવાસ વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીના બનાવનો ખાર રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને ઇકો કારમાં ધોકા-પાઇપ સાથે આવેલા નવ શખ્સો દ્વારા એક જ પરિવારના ચાર લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને રાહુલ મહેશ સોલંકી, દેવુબેન બાબુભાઈ સોલંકી, બાબુભાઈ આંબાભાઈ સોલંકી અને નીતિન મહેશભાઈ સોલંકીને ઇજા થતા પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જે પૈકી રાહુલ, દેવુબેન અને બાબુભાઈને વધુ ઇજા હોય રાજકોટ ખસેડાયા હતા ત્યાર બાદ બાબુભાઈ આંબાભાઈ સોલંકી (૬૬)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાધેલા, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, અશ્વીન રવજીભાઇ વાઘેલા, પંકજ પ્રેમભાઈ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી, મનોજ ધનજીભાઇ સોલંકી, ગોવીંદ મનસુખભાઇ વાઘેલા, મયુર કાંતીભાઇ વાધેલા અને માનવ બચુભાઇ સોલંકી રહે.બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ તા.જી. મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રાયોટીંગ અને કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

જેમા ફરીયાદીએ જણાવ્યુ હતું કે, મહીપતની સાથે અગાઉ થયેલ ઝઘડાનો તેમજ ફરીયાદીએ પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાડેલ હોય જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ પુર્વ આયોજીત કાવત્રુ ઘડીને ઇકો કારમાં આવ્યા હતા અને લોખંડના પાઇપ તથા ધોકા જેવા હથીયારો ધારણ કરી ફરીયાદી બાબુભાઇના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી માનવ જીદગી જોખમાઈ તે રીતે ફરીયાદીના ઘરમાં છુટા પથ્થરો ના ઘા કરી લોખંડના પાઇપ તથા ધોકા વડે ફરીયાદી સહિતનાઓને ઇજાઓ કરી હતી અને ફરીયાદીના ઘરમાં રહેલ ટીવી તથા દરવાજાઓ તેમજ વાહનોમાં તોડફોડ કરીને આશરે ૩૦,૦૦૦ નું નુકશાન કર્યું હતું અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એસ.સૌંદરવા અને તેની ટીમે આ ગુનામાં આરોપી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાધેલા (૨૯), પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા (૫૧), અશ્વીન રવજીભાઇ વાઘેલા (૩૬), પંકજ પ્રેમભાઈ વાઘેલા (૨૧), નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી (૨૮), મનોજ ધનજીભાઇ સોલંકી (૨૨), સંજય ઉર્ફે ગોવીંદ મનસુખભાઇ વાઘેલા (૨૩), મયુર કાંતીભાઇ વાધેલા (૧૯)અને માનવ બચુભાઇ સોલંકી (૨૦) રહે. બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ વાળાની ધરપકડ કરેલ છે.




Latest News