મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને ત્રાસ આપીને મારવા મજબૂર કરનારા પતિ સહિત ચારની ધરપકડ


SHARE











મોરબીમાં પરિણીતાને ત્રાસ આપીને મારવા મજબૂર કરનારા પતિ સહિત ચારની ધરપકડ

મોરબી શહેરના રોહિદાસપરા વિસ્તારની અંદર રહેતી પરણીતાએ થોડા દિવાસ પહેલા ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાની માતાએ તેની દીકરીને કરિયાવર બાબતે અને નાની નાની  બાબતેમાં માર મારીને મારવા માટે મજબૂર કરી હોવાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને તેના જમાઈ સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ કરી હતી જે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારની અંદર રહેતા મિત્તલબેન મનસુખભાઈ ચૌહાણ જાતે અનુ. જાતી (૨૩)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક મિતલબેનના માતા ગીતાબેન કિશોરભાઇ પરમાર જાતે અનુ. જાતિ (૫૦) રહે. હાલ મકનસર પ્રેમજીનગર મૂળ રહે ધ્રાંગધ્રા વાળાએ તેના જમાઈ મનસુખભાઇ ઉર્ફે જીગો દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણદીકરીના સાસુ કાંતાબેન દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણનણંદ અરૂણાબેન ઉર્ફે પપુ દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ અને જેઠ ગોપાલભાઇ દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ રહે. બધા રોહિદાસપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કેતેની દીકરીને ઘરની નાની નાની વાતમા ગાળો આપીને ઢીકાપાટુનો માર મારતા હતા અને વધુ કરીયાવર લાવવા બાબતે અવાર નવાર મેણા ટોણા મારતા હતા જેથી શારીરીક તથા માનસીક ત્રાસથી કંટાળીને તેની દીકરી મિતલબેને આપઘાત કરેલ છે જેથી મૃતકની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિત ચાર સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ મનસુખભાઇ ઉર્ફે જીગો દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ (૨૬)દીકરીના સાસુ કાંતાબેન દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ (૫૫)નણંદ અરૂણાબેન ઉર્ફે પપુ દેવજીભાઇ ચૌહાણ (૩૦)અને જેઠ ગોપાલભાઇ દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ (૩૪) રહે. બધા રોહિદાસપરા મોરબી વાળાની પોલીસે ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News