મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકર નગરમાં ચોકમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી બાદ મારા મારી: સામ સામે ફરિયાદ


SHARE







વાંકાનેર શહેરમાં આવેલ આંબેડકર નગરમાં ચોકમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલા ચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે મારામારી પણ થઈ હતી જે મારામારીમાં ઈજા પામેલ યુવાન સહિતનાઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે સામ સામે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા જીવણભાઈ ભરતભાઈ રાઠોડ (૧૮) એ હાલમાં મુકેશભાઈ મંગાભાઈ સોલંકી, યોગેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, જયંતીભાઈ પ્રેમજીભાઈ સોલંકી, પીન્ટુભાઇ મંગાભાઈ સોલંકી, મણીબેન મંગાભાઈ સોલંકી, નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, દિનેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી,, પારસભાઈ જયંતીભાઈ સોલંકી અને તુષારભાઈ જયંતીભાઈ સોલંકી રહે બધા આંબેડકર નગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આંબેડકર નગરમાં ફરિયાદીના ઘર પાસે ચોકમાં આરોપીઓ ફટાકડા ફોડવા બાબતે ફરિયાદી તથા સાહેદને ઠપકો આપી બોલોચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ત્યારે મુકેશભાઈ સોલંકીએ લાકડાના ધોકા વડે ફરિયાદીને મોઢા તથા કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ બાકીના આરોપીઓએ વારાફરતી ફરિયાદી તથા સાહેદ માનવ વિપુલભાઈ રાઠોડને હાથે પગે ઢીકાપાટુનો માર મારી ઇજાઓ કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જ્યારે મારામારીના આ બનાવ સંદર્ભે સામા પક્ષેથી મણીબેન મંગાભાઈ સોલંકી (૭૫) રહે આંબેડકરનગર વાળાએ ભરતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ, મીનાબેન ભરતભાઈ રાઠોડ, જીવણભાઈ ભરતભાઈ રાઠોડ, ટીપુ કાળુભાઈ રાઠોડ, કૌશિક ધીરુભાઈ રાઠોડ રહે. બધા આંબેડકર નગરવાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદીના ઘર પાછળ ચોકમાં આરોપી જીવણભાઈ રાઠોડ ફટાકડા તેના મિત્ર સાથે ફોડતા હોય જેથી ફરિયાદીએ ફટાકડા ફોડવાની ના પાડેલ હતી જે બાબતે બોલાચાલી કરી ઝઘડો કરીને આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે વારાફરતી આવીને ફરિયાદીને ગાળો આપીને જો તમે અમારી સાથે બોલાચાલી કરશો તો તમને ઠાર મારી નાખશું તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે ગુનો નોંધી સામસામે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News