મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનના લેબર ક્વાર્ટરમાં યુવાનને ન કરવાનું કરતા મોત


SHARE







મોરબી નજીક કારખાનના લેબર ક્વાર્ટરમાં યુવાનને ન કરવાનું કરતા મોત

મોરબી નજીકના થોરાળા ગામે આવેલ શીવા પોલીટેક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં કામ કરતો યુવાન પોતાની ઓરડીમાં હતો દરમિયાન તેણે પંખા સાથે રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના થોરાળા ગામ પાસે આવેલ શિવ પોલીપેક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો શિવકુમાર રામભવન વર્મા (૨૯) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં કોઈ અગમ્ય કારણોસર થઈને પંખા સાથે રૂમાલ બાંધીને ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની નીલમભાઈ વશરામભાઈ લીસોડિયા જાતે પટેલ (૪૨) રહે, રવાપર રોડ પંચવટી સોસાયટી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે






Latest News