મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન


SHARE







મોરબીમાં અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન

અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ મોરબી જીલ્લાના સ્નેહ મિલનનો કાર્યક્રમ મોરબીમાં રાખવામા આવેલ છે અને મોરબી જીલ્લા યુવા રાજપૂત સંધ દ્વારા આ કાર્યક્રમ આગામી તા ૧૪ ના રોજ રાખવામા આવેલ છે આ સ્નેહમિલન . ૧૪ ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૧૫ દરમ્યાન રેમન પાર્ટી પ્લોટજીલ્લા સેવા સદન પાછળસામાકાંઠે મોરબી ૨ ખાતે રાખવામા આવેલ છે જેથી કરીને સમગ્ર મોરબી જીલ્લામાં રહેતા તમામ ક્ષત્રીય રાજપૂત સમાજના પરિવારોએ ત્યાં આવવા માટે અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ મોરબી જીલ્લાના પ્રમુખ જયવંતસિંહ જાડેજાની જણાવ્યુ છે

રામ પારાયણ
મોરબીના શનાળા રોડે આવેલ વૈભવનગરમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરભી ગૌશાળાના લાભાર્થે રામ ચરિત માનસ નવાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રામ પારાયણનું વ્યાસપીઠ ઉપરથી હરિકાંતદાસજી મહારાજ (સુરભી ગૌસેવા આશ્રમહમીરપર) વાળા તેની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવશે. અને આ કથા દરરોજ બપોરે ૨ થી ૬ સુધી ચાલુ રહેશે આ કથાનું આયોજન પ્રકાશભાઈ કરશનભાઈ બાવરવા અને તેઓના સમગ્ર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને કથા તા ૧૫ ને બુધવારથી ગૌશાળાના લાભાર્થે રામ પારાયણ શરૂ કરવામાં આવશે અને તા ૨૩ ને ગુરૂવારે પૂર્ણ કરવામાં આવશે આ કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. જેથી કરીને કથાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News