મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ
Breaking news
Morbi Today

માળીયા મીંયાણા નજીક બે વાહન વચ્ચે અકસ્માત : ઈજા પામેલને ૧૦૮ અને પોલીસ દ્વારા સારવારમાં ખસેડાયો


SHARE







માળીયા મીંયાણા નજીક બે વાહન વચ્ચે અકસ્માત : ઈજા પામેલને ૧૦૮ અને પોલીસ દ્વારા સારવારમાં ખસેડાયો

મોરબીના માળિયા મીંયાણા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પોલીસને જાણ થતા પોલીસ તેમજ ૧૦૮ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ક્રેન મંગાવીને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ ઉપરથી સાઈડમાં લેવાની અને ટ્રાફિક પૂર્વવત કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા મીંયાણા નજીક સામખયારી-માળિયા હાઇવે ઉપર હરીપર ચેકપોસ્ટ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં એક ટ્રેલર નંબર જીજે ૩૯ ટી ૦૬૨૨ ના ડ્રાઇવરને અકસ્માતે ઇજાઓ પહોંચી હોય તાત્કાલિક બનાવની જાણ થવાથી પોલીસ તેમજ ૧૦૮ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ઈજા પામેલા ડ્રાઇવરને સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો.નેશનલ હાઇવે સુરજબારી સ્ટાફ, તેમજ માળીયા પોલીસ સ્ટાફને જાણ કરી ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો.આ કામગીરીમાં ટ્રાફીક પીએસઆઇ ડી.બી.ઠક્કર, ડ્રાઇવર અમુભાઇ, માળીયા પોલીસ સ્ટેશનના સુભાષભાઈ, સંજયભાઇ, નેશનલ હાઈવે પેટ્રોલિંગના પ્રવીણભાઈ તેમજ મહેશભાઈ જોડાયેલા હતા.






Latest News