મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત


SHARE







મોરબીના બરવાળા ગામે પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત

મોરબી તાલુકાના બરવાળા ગામે વાડે રહેતા અને ત્યાં મજૂરીકામ કરતાં મહિલાને પેટમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસને બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના નાની ઝેર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બરવાળા ગામે દિનેશભાઈ હીરાભાઈ બાવરવાના વાડે રહીને મજુરી કામ કરતા રેખાબેન મહેશભાઈ નાયકા (૨૭) નામની મહિલા વાડે હતી ત્યારે ત્યાં તેને પેટમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી ત્યારબાદ મહિલાના મૃતદેહને અંતિમ વિધિ માટે તેના વતનમાં લઈ ગયા હતા અને ત્યાં મૃતક મહિલાના ભાઈએ પોતાની બહેનના મરણનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને પીએમ કરાવ્યું હતું અને ત્યારબાદ આ બનાવ અંગેની મૃતક મહિલાના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની હાજરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એલ. ઝાલા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલા ઋષભનગર વિસ્તારમાં રહેતા મનોજભાઈ પરસોતમભાઈ મકવાણા નામના ૩૮ વર્ષના યુવાનને મોરબીના માળિયા હાઇવેથી ખોખરા હનુમાન જતા રસ્તા ઉપરથી બાઈક લઈને જતા સમય ખરાબ રસ્તાના લીધે બાઇક સહીત નીચે પડી જતા તેને ઈજાઓ થવાથી ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયો હતો.તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.

બાઈક સાથે બાઈક અથડતા ઈજા

મોરબીના જાંબુડીયા ગામે રહેતા મનુભાઈ વેરસિંગ પરમાર નામના ૩૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.વધુમાં મળતી માહિતી પ્રમાણે તે પોતાના ઘરેથી બાઈક લઈને કામસર બહાર ગયો હતો અને લાલપર નજીકની ઓનેસ્ટ હોટલ પાસેથી તે બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઈક સાથે અન્ય બાઇક અથડાતા તેને ઇજા પહોંચી હતી જેથી સારવારમાં લઈ જવાયો હતો અને આ બાબતે જાણ થતા તાલુકા પોલીસ મથકના જે. પી.પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી.






Latest News