મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એસ.ટી. નાં નિવૃત કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો


SHARE











વાંકાનેરમાં એસ.ટી. નાં નિવૃત કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર એસ.ટી.ડેપોનાં વય મર્યાદાના લીધે નિવૃત થઈ રહેલાં કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને તેમાં વિભાગીય નિયામક પણ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે નિવૃત્ત થઈ રહેલાં કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોરોના કાળમાં પણ જાનનાં જોખમે ફરજ બજાવી વય મર્યાદા સબબ નિવૃત થઈ રહેલાં ડ્રાઈવર, કંડકટર, વર્કશોપ કર્મચારીઓનું સન્માન તથા સ્વર્ગસ્થ કર્મચારીઓને શ્રધ્ધાંજલી કાર્યક્રમ બાપા સીતારામ ગ્રૂપ એસ.ટી. કર્મચારી પરિવાર વાંકાનેર દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વિભાગીય નિયામક (એસ.ટી.રાજકોટ) જે.બી. ક્લોતરા, વિભાગીય યાંત્રિક ઈજનેર એન.સી. સોની, વાંકાનેર એસ.ટી. કર્મચારી મંડળનાં અગ્રણી જયુભા ડી.જાડેજા, ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા, સુખદેવ ડાભી તથા નિવૃત્ત કર્મચારીઓનાં પરિવારજનો હાજર રહ્યા હતાં અને નિવૃત્ત થઈ રહેલાં તમામ કર્મચારીઓનું ફૂલહાર કરી શાલ ઓઢાડી, સ્મૃતિભેટ અર્પણ કરી અગ્રણીઓનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ તકે તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા દ્વારા પણ નિવૃત્ત કર્મચારીઓને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી તો વિભાગીય નિયામક દ્વારા કર્મચારી મંડળનાં અગ્રણી જયુભા ડી.જાડેજાની કાર્ય પદ્ધતિને બિરદાવવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા જે.બી.ઝાલા, ભરતસિંહ જાડેજા, મહેબૂબભાઈ લાહેજી, નરેન્દ્રસિંહ જાડેજા, જનકસિંહ ઝાલા, અતુલભાઈ રાજગુરુ, અશોકભાઈ સહિત બાપા સીતારામ ગ્રૂપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News