મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

હળવદમાં કેદારીયામાં બાળકને જન્મ આપ્યા બાદ સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત


SHARE











હળવદમાં કેદારીયામાં બાળકને જન્મ આપ્યા બાદ સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત

હળવદ તાલુકાના કેદારીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરી કામ કરતા મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેને દુખાવો ઉપડયો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે ભગવાનભાઈ ઠાકરશીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા યશવંત બારેલાના પત્ની સંગીતાબેન બારેલા (૩૦) નામની મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેને તકલીફ થતા પ્રથમ સારવાર માટે તે મહિલાને હળવદની સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીની સિવિલ ખાતે લઈ આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત થયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડાએ કરી હતી જોકે બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવશે

મારમારી

મોરબીમાં સિવિલ હોસ્પિટલ પાસે ગાંધી ચોકમાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવમાં હસમુખભાઈ કાંતિભાઈ પંડ્યા (૪૩) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી

ઝેરી જનાવર કરડી ગયું

ટંકારા તાલુકાના રામપર ગામે બેચરભાઈની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સુરેખાબેન મહેરાભાઈ બામણીયા (૨૫) નામની મહિલાને ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થવાથી ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને મહિલાને સારવાર આપ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જોકે બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવશે 






Latest News