મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટ બનાવ્યા બાદ સાફ-સફાઈ મુદ્દે પાડોશી પરિવાર સાથે મારામારી : બે સામે નોંધાઇ ફરિયાદ


SHARE







મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટ બનાવ્યા બાદ સાફ-સફાઈ મુદ્દે પાડોશી પરિવાર સાથે મારામારી : બે સામે નોંધાઇ ફરિયાદ

મોરબીના રવાપર ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં બહુમાળી એપાર્ટમેન્ટ બની રહ્યું હોય અને તેની બાજુમાં આવેલા મકાનમાં ઉપરથી પડેલ બાંધકામ વેસ્ટ તથા પાનની પિચકારી સહિતની બાબતો માટે સાફ સફાઈ માટે કહેવામાં આવતા બાંધકામ કરનાર દ્વારા ઝઘડો કરીને 'થાય તે કરી લેજો' તેમ કહીને મારામારી કરવામાં આવી હતી.જે બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના રવાપર ગામે આવેલ સરદાર પટેલ સોસાયટી સંજીવની એપાર્ટમેન્ટ સામે રહેતા પરિવારના સ્નેહાબેન અલ્પેશભાઈ રાજપરા (૩૧), હેતલબેન ગિરીશભાઈ ફુલતરીયા (૨૮) અને મીત ગીરીશભાઈ ફુલતરીયા (૨૦) નામના ત્રણ લોકોને રહેણાંક નજીક મારામારીના બનાવમાં ઈજા થતા ત્રણેયને સારવાર માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે મોરબી સીટી એડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલ કર્યા દ્વારા પહોંચીને તપાસ સાથે કરવામાં આવી હતી જેમાં ભોગ બનેલ પૈકીના નીતગીરી સ્કૂલ કરી રવાપર ગામના જ ભોગીલાલ ફુલતરીયા અને સાવન ભોગીલાલ ભૂતડીયા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓના ઘરની બાજુમાં ભોગીલાલ ફુલતરીયા બહુમાળી એપાર્ટમેન્ટ બનાવી રહ્યા હોય અને એપાર્ટમેન્ટ બનાવતા દરમિયાન તેઓના ઘર ઉપર કાટ માળ અને બાંધકામ વેસ્ટ નો કચરો પડ્યો હોય તથા બાંધકામ દરમિયાન લોકો દ્વારા તેઓના ઘર ઉપર પાનની પિચકારીઓ મારવામાં આવી હોય માટે આ બધી બાબતો સાફ-સફાઈ કરવા માટે કહેવામાં આવ્યું હતું જે બાબતે વાતચીત દરમિયાન મુશ્કેલાઈ જઈને સાફ-સફાઈ નથી કરવી થાય તે કરી લ્યો તેમ કહીને ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં મારામારી કરવામાં આવી હતી તે મુજબની ની ભૂલ થઈ જાય એ સાવન ફુલતરીયા તથા ભોગીલાલ ફુલ દરિયા સામે ફરિયાદ નોંધાવતા હાલ એડમિશન પોલીસે આ બાબતે નોંધ કરી વધુ તપાસ કરી છે.

મારામારીમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ખોડીયાર ડેરી પાસે રહેતા આશિષ ચંદુલાલ પૈજા (૨૩) નામના યુવાનને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ માધાપર પ્રાથમિક શાળા પાસે ઓચલની વાડી પાસેથી પિતાના બાઈકમાં બેસીને જઈ રહેલ તન્વી મનહરભાઈ ચાવડા (૭) નામની બાળકી બાઇકમાંથી અકસ્માતે નીચે પડી ગઈ હતી જેથી તેને ઇજા થતા સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News