મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષામાં ઇજા યુવાનને અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં મોત


SHARE







મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષામાં ઇજા યુવાનને અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર નજીક દરિયાલાલ હોટલ સામે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રિક્ષામાં જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાધેશ્યામ સીતારામ સૂર્યવંશી (૨૭) રહે. હેમોલા ટાઇલ્સ વાળો મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે દરિયાલાલ હોટલ નજીકથી રિક્ષામાં જતો હતો ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા અકસ્માતના આ બનાવમાં રાધેશ્યામ સીતારામ સૂર્યમંદિરને ઇજા થતાં તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી મંડળ ગામ પાસેથી ડબલ સવારી પસાર થયું હતું તેને કાર અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં રાહુલ દેવસીભાઈ ચૌહાણ (૨૩) રહે. ચરાડવા અને અરુણ જીલુભાઈ બાંભવા (૧૬) રહે. અંદરણા વાળા બે વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જસપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે રહેતા ભાનુબેન તુલસીદાસ અગ્રાવત (૬૦) નામના વૃદ્ધા રિક્ષામાં બેસીને ભરતનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભરતનગર ગામ નજીક આવેલ સર્વોદય હોટલ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

માળીયા અને સામખયારી વચ્ચે આવેલ ટોલનાકા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજસ્થાનના બિકાનેર ખાતે રહેતા હેમારામ ભાદારાજરામ જાટ (૩૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે 






Latest News