મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ મેળામાંથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી


SHARE







મોરબીમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ મેળામાંથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી થયેલ છે જેથી કરીને હાલમાં તે યુવાને અજાણ્ય શખ્સની સામે ૭૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદમાં આવેલ આંબાવાડી વિસ્તારમાં વીર વિક્રમનગર ખાતે રહેતા પ્રવીણભાઈ મગનભાઈ ગોહિલ જાતે અનુ. જાતિ ૪૫ એ અજાણ્ય શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં તને જણાવ્યુ છે કે, મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી તેના ઓપો કંપનીના ૭૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારમાર્યો
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેતા ગોપાલભાઈ દલપતભાઈ પુરાણી (૨૫) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.ડી. મેતા ચલાવી રહ્યા છે
 
દવા પી ગયો
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી આગળના ભાગમાં આવેલ ફ્લોરા પાસે પાનની દુકાન નજીક સુજલભાઈ શબ્બીરભાઈ મેમણ (૧૮) રહે. પંચાસર રોડ મોરબી વાળો કોઈ કારણોસર ૧૦ જેટલી પેરાસીટા મોલની ગોળી એક સાથે ખાઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે





Latest News